લોકડાઉન 2.0: સરકારની કડક ગાઈડલાઈન, જાણો શું રહેશે ચાલુ અને શું બંધ...કોને મળશે છૂટછાટ
સરકારે લોકડાઉન 2.0 માટે ગાઈડલાઈન્સ બહાર પાડી દીધી છે. ગત વખતની સરખામણીમાં 3 મે સુધી વધેલા લોકડાઉન માટે દિશા નિર્દેશ બહાર પાડ્યા છે. જેમાં ખુબ કડક નિર્દેશ રાખવામાં આવ્યાં છે. હવે સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવાયું છે. જાહેર સ્થળો પર થૂંકવા બદલ દંડ ફટકારવામાં આવશે. ગૃહ મંત્રાલયે લોકડાઉનના દિશા નિર્દેશો પર કહ્યું છે કે લોકો માટે આંતરરાજ્ય, આંતર જિલ્લા અરજવર, મેટ્રો, બસ સેવાઓ પર 3 મે સુધી પ્રતિબંધ રહેશે. જો કે કૃષિ સંબંધિત કામકાજ માટે છૂટછાટ અપાઈ છે.
હિતેન વિઠલાણી, નવી દિલ્હી: સરકારે લોકડાઉન 2.0 માટે ગાઈડલાઈન્સ બહાર પાડી દીધી છે. ગત વખતની સરખામણીમાં 3 મે સુધી વધેલા લોકડાઉન માટે દિશા નિર્દેશ બહાર પાડ્યા છે. જેમાં ખુબ કડક નિર્દેશ રાખવામાં આવ્યાં છે. હવે સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવાયું છે. જાહેર સ્થળો પર થૂંકવા બદલ દંડ ફટકારવામાં આવશે. ગૃહ મંત્રાલયે લોકડાઉનના દિશા નિર્દેશો પર કહ્યું છે કે લોકો માટે આંતરરાજ્ય, આંતર જિલ્લા અરજવર, મેટ્રો, બસ સેવાઓ પર 3 મે સુધી પ્રતિબંધ રહેશે. જો કે કૃષિ સંબંધિત કામકાજ માટે છૂટછાટ અપાઈ છે.
Lockdown 2.0 માટે આકરી ગાઈડલાઈન, જાહેર સ્થળોએ માસ્ક પહેરવું ફરજિયાત, થૂંકશો તો થશે ભારે દંડ
શું રહેશે બંધ?
તમામ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ, પેસેન્જર ટ્રેનો, તમામ શૈક્ષણિક સંસ્થા, કોચિંગ સેન્ટરો, ઈન્ડસ્ટ્રીયલ કે કોમર્શિયલ ગતિવિધિ, હોટલો, ટેક્સી, ઓટો રિક્ષા, સાઈકલ રિક્ષા, થિયેટરો, શોપિંગ કોમ્પલેક્સ, સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, સ્વિમિંગ પૂલ, બાર, કોઈ પણ સરકારી કે ખેલ ઈવેન્ટ, તમામ ધાર્મિક સ્થળો બંધ રહેશે. આ ઉપરાંત અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે 20થી વધુ લોકોને મંજૂરી નહીં મળે.
કૃષિ સંબંધિત કામો માટે છૂટછાટ
કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત આપતા કૃષિ સંબંધિત કામકાજ માટે છૂટછાટ આપી છે. ખેડૂતોને પાક સંબંધિત કામકાજ માટે છૂટ અપાઈ છે. આ સાથે જ એજન્સીઓને ખેડૂતોની ઉપજ0 ખરીદવાની મંજૂરી અપાઈ છે.
હોટસ્પોટ વિસ્તારોમાં કોઈ છૂટછાટ નહીં
કોરોનાના હોટસ્પોટ એરિયાઓમાં કોઈ જ છૂટછાટ નહીં. આ વિસ્તારોમાં સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈનનું પાલન કરાશે. આ સાથે જ કોઈને પણ બહાર જવાની મંજૂરી મળશે નહીં. જરૂરી સાધાનસામગ્રીની હોમ ડિલિવરી થશે. એરિયાની સુરક્ષામાં લાગેલા જવાન અને મેડિકલ સ્ટાફની જ મૂવમેન્ટ રહેશે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube